Breaking News Updates: ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીના નિધન પર દુખ વ્યક્ત કર્યું, આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Latest News and Live Updates of 2 September 2022: દેશ અને દુનિયાના તમામ સમાચારો સાથે જોડાયેલા લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે લાઇવ બ્લોગમાં જોડાયેલા રહો. અહીં તમે સ્પોર્ટ્સ જગત, બિઝનેસ, ગુજરાત સહિત દેશ દુનિયામાં બનતી મહત્વની ઘટનાઓની અપડેટ મળશે... 
 

Breaking News Updates: ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીના નિધન પર દુખ વ્યક્ત કર્યું, આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ટાટા ગ્રુપે આપી શ્રદ્ધાંજલિ
રોડ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના નિધન બાદ ટાટા ગ્રુપે દુખ વ્યક્ત કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપી છે. મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહી ચુક્યા છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, સાયરસ મિસ્ત્રાના અચાનકથી અમને દુખ થયું છે. 

રોડ અકસ્માતમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન
Cyrus Mistry Death: જાણિતા ઉદ્યોગપતિ સાઇસર મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. તે પોતાના ટાટા ગ્રુપના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. પરંતુ કોઇ કારણોસર તેમને આ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટાના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઇના પાલઘરમાં રોડ અકસ્માતમાં નિધન થયું છે. પાલઘરના એસપીએ તેમના મોતની પુષ્ટિ કરી છે. 

 

દુર્ઘટના બાદ સાઇરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે, જ્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. વધુ વિગત માટે અહીં ક્લિક કરો
Cyrus Mistry Death: टाटा ग्रुप के पूर्व चेयरमैन साइरस मिस्त्री का निधन, मुंबई के पास सड़क हादसे में गई जान

કરોડપતિ સ્વીપરનું મોત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. આ કહાની એવા વ્યક્તિની છે જેણે ક્યારેય ખાતામાંથી પગારના પૈસા ઉપાડ્યા નથી. પિતાના પગલા પર પુત્ર પણ ચાલતો રહ્યો. નોકરી હોવા છતાં લોકો પાસે પૈસા માંગી ઘર ચલાવતો હતો. તેને ગંભીર બીમારીએ ઝકડી લીધો હતો. આ બીમારી હતી ટીબીની. બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા હતા પરંતુ તે સારવાર કરાવી શક્યો નહીં. શનિવારે મોડી રાત્રે ટીબીને કારણે તેનું નિધન થઈ ગયું. વધુ વિગત માટે અહીં ક્લિક કરો

Ramlila Maidan થી સરકાર પર વરસ્યા Rahul Gandhi, ભાજપના રાજમાં વધી નફરત, નબળો પડ્યો છે દેશ
Congress Rally in Ramlila Maidan: દિલ્હીના રામલીલાલ મેદાનમાં કોગ્રેંસની હલ્લા બોલ રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દેશની હાલત તમને જોવા મળી રહી છે, દેશમાં શું થઇ રહ્યું છે, તમારાથી છુપાવી શકાય નહી. જેનો ડર હતો તેના અંદર નફરત પેદા થાય છે. આજે દેશમાં નફરત વધતી જાય છે. હિંદુસ્તાનમાં ડર વધતો જાય છે. આજે દેશમાં મોંઘવારી અને બેરોજગારીનો ડર છે. નફરતથી દેશ નબળો થઇ રહ્યો છે. ભાજપ અને આરએસએસના નેતા દેશને વહેંચી રહ્યા છે અને જાણીજોઇને દેશમાં ભયનો માહોલ બનાવે છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...
Congress Rally: રાહુલ ગાંધીએ કંઇક આ રીતે કરી  UPA સરકાર અને Modi સરકારની તુલના
ક્યારેય નહીં જોઈ હોય અંબાજી મંદિરની આવી અદભુત તસવીરો
ભાદરવી પૂનમએ યાત્રાધામ અંબાજી જવા ગુજરાતભરમાંથી પગપાળા સંઘ રવાના થયા છે. બાવન ગજની ધજા સાથે અંબાજીમાં ભક્તોએ પ્રયાણ શરૂ કર્યું છે. 9 સપ્ટેમબરના રોજ તમામ ભક્તો પગપાળા અંબાજી પહોચશે. ઉલ્લેખનીય છેકે, અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. માઈભક્તો અંબાજી પહોંચે તે પહેલાં જ મા જગદંબાના ધામને રંગબેરંગી રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે. તેમજ અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટોનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. વિશેષ રોશનીથી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યુ છે. ZEE24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જુઓ અંબાજીની અનુપમ તસવીરો... વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...


ફ્લિપકાર્ટ, એમઝોન જેવી કંપનીઓના OTP આવતા હોય તો સાવધાન! આટલું જાણી લો
ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં મળ્યું છે કે OTP SMS સિવાય, OTP કૉલ પણ વપરાશકર્તાઓના મોબાઇલ નંબર પર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, સામાન્ય એન્ડ્રોઈડ ફોન થોડા સમય માટે હેંગ થઈ જાય છે. આટલા બધા OTP મેસેજ જોઈને ઘણા યુઝર્સને લાગે છે કે તેમની ડિવાઈસ હેક થઈ ગઈ હશે. પરંતુ એવું નથી હોતું. શું તમારા મોબાઈલ ફોનમાં પણ ફ્લિપકાર્ટ, એમઝોન, સુલેખા જેવી કંપનીઓના OTP આવે છે? જો હા તો સમજી લો કોઈ તમારી સાથે પ્રેંક કરી રહ્યું છે. આવા પ્રકારના પ્રેંકને SMS બોંબિંગ કહેવામાં આવે છે. વર્ષોથી આ પ્રકારના પ્રેંક એન્ડ્રોઈડના કેટલાક એપ્સ થકી કરવામાં આવે છે. SMS બોંબિંગનો મતલબ જ એ છે કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં થર્ડ પાર્ટી એપ થકી ઢગલાબંધ SMS કરવા. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

આજે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો પિચ અને વેધર રિપોર્ટ
IND vs PAK Asia Cup 2022: એશિયા કપ 2022 (Asia Cup 2022) માં સુપર-4 રાઉન્ડ શરૂ થઇ ગયા છે. આ રાઉન્ડના પહેલાં મુકાબલામાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનની 4 વિકેટથી રોમાંચક માત આપી. આજે (4 સપ્ટેમ્બર) આ રાઉન્ડના બીજા મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. બંને ટીમો સાંજે 7:30 વાગે આમને સામને ટકરાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ દરમિયાન દુબઇના મૌસમનો મિજાજ અને પિચની સ્થિતિ કેવી રહેશે અને બંને ટીમોની પોસિબલ પ્લેઇંગ ઇલેવનમાં કોને-કોને એન્ટ્રી મળે શકે છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

HDFC Bank 3 હજાર પદ માટે કરશે ભરતી
HDFC Bank Jobs : દેશમાં બેંકિંગમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક હવે નેટવર્કને વધારવા માટે આયોજન કરી રહી છે. HDFC બેંકે જણાવ્યું કે તે ચાલુ નાણાકીય વર્ષ 22-2023 દરમિયાન 3,000 થી વધુ લોકોને રોજગાર આપશે. અને તે માટે 207 નવી શાળાઓ ખોલવામાં આવશે. નવી શાખાઓમાંથી 90 મેટ્રો અને શહેરી વિસ્તારોમાં હશે, જ્યારે બાકીની 117 શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

આ બેંક 3 હજાર પદ માટે કરશે ભરતી, ટૂંક સમયમાં ખોલશે 207 નવી શાખાઓ
Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી ક્યારે? જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત
આ વર્ષે અનંત ચતુર્દશી તિથિ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ છે. આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય કરવામાં આવે છે. શુભ મુહૂર્તમાં તેમની પ્રતિમાને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને કેમ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

રવીન્દ્ર જાડેજા નહીં રમી શકે T-20 World Cup! ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા
આ ગુજરાતી ખેલાડી ભારતીય ટીમની બેકબોર્ન ગણાય છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ બાપુના હુલામણાં નામે જાણીતા રવીન્દ્ર જાડેજાની. ગ્રાઉન્ડ પર આ ખેલાડીની હાજરી એ ભારતની જીત માટેે ખુબ જરૂરી છે. કારણકે, બેટિંગ હોય કે બોલિંગ કે પછી ફિલ્ડિંગ આ ખેલાડી હંમેશા વિરોધી ટીમ માટે માથાનો દુઃખાવો બનીને રહે છે. જોકે, આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ આ ખેલાડીને લઈને એક માઠા સમાચાર આવ્યાં છે. જેને કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.  રવીન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે.  તેમના ઘૂંટણનું ઓપરેશન કરાવવામાં આવશે. તેમના ઓપરેશનના કારણે તેમને અનિશ્ચિત સમય સુધી બહાર થવું પડશે. વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...   

રામલીલા મેદાન પર આજે કોંગ્રેસનો હલ્લાબોલ, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે ચર્ચા કરશે રાહુલ ગાંધી
Congress Rally: 7 સપ્ટેમ્બરથી 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) ની શરૂઆત પહેલાં કોંગ્રેસ આજે રામલીલા મેદાન પર ભાજપ વિરૂદ્ધ મોંઘવારીથી માંડીને બેરોજગારી અને જીએસટીના મુદ્દે ઘેરશે. રામલીલા મેદાનમાં આજે થનારી આ રેલીમાં કોંગ્રેસે મોટી સંખ્યામાં લોકો જોડાવવાનો દાવો કર્યો છે. સાથે જ દેશભરથી કોંગ્રેસ કાર્યકર્તા પણ આ રેલીમાં જોડાવવા માટે પહોંચી રહ્યા છે. 

કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રેલી પહેલાં સવારે લગભગ 11 વાગે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા મુખ્યાલયમાં એકત્રિત થશે. અહીં આ તમામ બસોમાં બેસીને રામલીલા મેદાન માટે નિકળશે. કહેવામાં આવી રહ્યું છે જે જ્યાં એક તરફ પાર્ટી આ રેલીને લઇને પોતાની તૈયારી પુરી કરી ચૂકી છે તો બીજી તરફ પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ખાસ વ્યવસ્થા કરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news